વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા - માટેલ રોડ પર ગઈકાલે સવારના સમયે રેસી સિરામિક નામના કારખાના નજીક ખુલ્લા પટ્ટમાંથી અજાણી વ્યક્તિની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર જાગી છે.હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી મૃતક વ્યક્તિની ઓળખ મેળવવાની સાથે બનાવ હત્યાનો છે કે, આત્મહત્યાનો તે દિશામાં તપાસ શરૂ કરી છે.