ફ્લેટ માલિક રક્ષાબંધન કરવા વતન ગયા અને તસ્કરો મોટો દલ્લો ઉસેડી ગયા અન્ય બે ફ્લેટમાં સોનાના ઘરેણાં સમજીને ઇમિટેશનની જવેલરી ઉપાડી ગયા! મોરબી : મોરબીના ટીબંડી બાયપાસ પાસે આવેલ પાટીદાર ટાઉનશીપમાં ગતરાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને ત્રણ ફ્લેટમાં ઘરફોડ ચોરી કરી હતી. જેમાં એક ફ્લેટમાં રહેતા મૂળ મહેસાણાનો પરિવાર રક્ષાબંધન નિમિતે પોતાના વતન ગયો હોય તસ્કરો તેમના બંધ ફ્લેટમાંથી મોટો દલ્લો ઉસેડી ગયા હતા. જ્યારે અન્ય બે ફ્લેટમાં સોનાના ઘરેણાં સમજીને ઇમિટેશનની જવેલરી ઉપાડી ગયા હતા. એટલે આ બન્ને ફ્લેટમાં મોટી રકમની ચોરી ન થઈ હોવાનું હાલના તબકે જાણવા મળ્યું છે. ઘરફોડ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ટીબંડી બાયપાસ પાસે આવેલ પાટીદાર ટાઉનશીપમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને પાટીદાર ટાઉનશીપના ત્રણ ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમાં પાટીદાર ટાઉનશીપના એ-ટુમાં 401, એ-થ્રીમાં પાંચમા માળે અને પ્રથમ માળે 104 નબરના ફ્લેટમાં ચોરી થઈ હતી. આ ત્રણમાંથી એક જ ફ્લેટમાં તસ્કરોને મોટો ધનલાભ થયો છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ એ-થ્રીમાં પાંચમા માળે આવેલા ફ્લેટમાં દોઢ લાખ રૂપિયાની રોકડ અને 6થી 7 તોલા સોનુ તસ્કરો ઉઠાવી ગયા હતા. આ ફ્લેટમાં રહેતા મૂળ મહેસાણાનો પ્રજાપતિ પરિવાર પોતાના વતનમાં રક્ષાબંધન નિમિતે ગયો હતો અને પાછળથી તસ્કરો તેમના બંધ ફ્લેટમાંથી મોટો દલ્લો ઉસેડી ગયા હતા. ઉપરાંત બીજા બે ફ્લેટમાંથી તસ્કરો સોનાના દાગીના સમજીને ઇમિટેશનની જવલેરી ઉપાડી ગયા હતા. આથી આ બન્ને ફ્લેટમાં મોટી રકમની ચોરી ન થઈ હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે. અને કુલ કેટલા મુદામાલની ચોરી થઈ તેનો તાગ મેળવવા હાલ તાલુકા પી.આઇ. ગોઢણીયા સઘન તપાસ ચાલવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..