ઘરધણી ઉપરના માળે સુવા જતા તસ્કરો 1,64,500ની માલમતા ચોરી ગયામોરબી : મોરબી શહેરના વિશીપરા વિસ્તારમાં રોહિદાસપરા મેઇન રોડ ઉપર આવેલ વિજયનગર નાકા પાસે રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરો ઘરની તિજોરીમાં પડેલા રોકડ અને સોના ચાંદીના દાગીના સહીત કુલ રૂપિયા 1,64,500ની માલમતા ચોરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ શહેરના વિશીપરા વિસ્તારમાં રોહિદાસપરા મેઇન રોડ ઉપર આવેલ વિજયનગર નાકા પાસે રહેતા જયંતીલાલ ગાંડુભાઇ સોલંકીએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા. 22ના રોજ તેઓ તેમના પરિવાર સાથે મકાનના ઉપરના માળે સુવા ગયા બાદ તસ્કરોએ મેઇન દરવાજાનો લોક તોડી ઘરમા પ્રવેશી રૂમમા રાખેલ લોખંડની તિજોરીના લોક તોડી તિજોરીમા રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ રૂપિયા 1,64,500ની માલમતાની ચોરી કરી ગયા હતા. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.