પોલીસ, હોમગાર્ડ અને જીઆરડી જવાનો રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં વ્યસ્ત રહેતા તસ્કરોને મોકો મળી ગયોવાંકાનેર : વાંકાનેરની બ્રહ્મસમાજ સોસાયટીમાં તસ્કરોએ એક સાથે આઠથી દસ જેટલા મકાનોને નિશાન બનાવી સોના, ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે જો કે સમગ્ર મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર સેવા સદન પાછળ આવેલ બ્રહ્મસમાજ સોસાયટીમાં તસ્કરોએ એક સાથે આઠથી દસ મકાનોને નિશાન બનાવી સોના, ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. વધુમાં લગ્નસરાની સીઝનમાં બહારગામ ગયા હોય તેવા બંધ મકાનોને જ તસ્કરોએ નિશાન બનાવ્યા હોવાનું તેમજ બે દિવસથી પોલીસ, જીઆરડી અને હોમગાર્ડ પણ રાષ્ટ્રપતિના કાર્યક્રમના બંદોબસ્તમાં વ્યસ્ત હોય તસ્કરોએ મોકાનો લાભ ઉઠાવ્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે.