મોરબીમાં 27, હળવદમાં 12, વાંકાનેરમાં 9, ટંકારામાં 8 અને માળીયામાં 3 સ્થળે વેકસીનેશન મોરબી : મોરબી જિલ્લામાં વેકસનીનેશન પ્રક્રિયા ઝડપી બનાવવા સરકાર દ્વારા ડોઝની સંખ્યા વધારવામાં આવી છે. આવતીકાલે મોરબી જિલ્લામાં 59 સ્થળોએ વેકસીનેશન કરાશે અને કુલ 10 હજાર જેટલા બમ્પર ડોઝ ફાળવવામાં આવ્યા છે. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઝડપભેર મોરબી જિલ્લાના ગામડાઓ 100 ટકા વેકસીનેટેડ થાય તે માટે કમર કસવામાં આવી છે અને આવતીકાલ તા.5 ઓગસ્ટ માટે સરકારે 10 હજાર ડોઝની ફાળવણી કરતા કુલ 59 સ્થળોએ વેકસીનેશન કરવામાં આવશે. વધુમાં 5 ઓગસ્ટ માટે મોરબી તાલુકામાં 27, હળવદમાં 12, વાંકાનેરમાં 9 ટંકારામાં 8 અને માળીયા તાલુકામાં 3 સેન્ટર ઉપર નાગરિકોને સ્પોટ તેમજ ઓનલાઇન રજીસ્ટ્રેશમ મુજબ વેકસીન આપવામાં આવશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..