તરગારા સ્ટેન્ડ અને પાલિકા નજીક રીક્ષા સ્ટેન્ડને હટાવવા વેપારીઓએ ધમકી આપતા રીક્ષા એસોસિએશન દ્વારા પાલિકા પોલીસને રજુઆતમોરબી : મોરબી શહેરમાં નગરદરવાજા પાસે આવેલ તરગારા રીક્ષા સ્ટેન્ડ અને નગરપાલિકા નજીક આવેલ મંજુર રીક્ષા સ્ટેન્ડના વેપારીઓએ દબાણ કરી ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે ઉક્તિ મુજબ રીક્ષા ચાલકોને ધમકાવવાનું શરૂ કરી રીક્ષા સ્ટેન્ડ હટાવવા ધમકી આપતા રીક્ષા ચાલકોએ સમગ્ર મામલે ચીફ ઓફિસર અને પોલીસને રજુઆત કરી છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સીએનજી રીક્ષા ચાલક એસોસિએશન દ્વારા ચીફ ઓફિસર અને પોલીસને રજુઆત કરતા જણાવ્યું હતું કે, શહેરમાં નગરદરવાજા પાસે આવેલ તરગારા રીક્ષા સ્ટેન્ડ અને નગરપાલિકા નજીક આવેલ મંજુર રીક્ષા સ્ટેન્ડના વેપારીઓએ દબાણ કરી ઓટલા બનાવી લઈ રીક્ષા ચાલકોને રિક્ષા ઉભી રાખવા ન દઈ ઉલટું રીક્ષા સ્ટેન્ડ હટાવી દેવા ધમકી આપતા સીએનજી રીક્ષા ચાલકો દ્વારા ચીફ ઓફિસર અને પોલીસને રજુઆત કરી વેપારીઓના નડતર રૂપ દબાણ હટાવવા માટે માંગ ઉઠાવી હતી.