જિલ્લા સેવા સદન રોડ ઉપર લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ મોરબી : મોરબી નગરપાલિકા તંત્રની ઢીલી નીતિને કારણે શહેરભરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે ત્યારે જિલ્લા સેવા સદન રોડ ઉપર સો ઓરડી ચામુંડા નગરમાં હટ્ટા કટ્ટા આખલાઓએ અડિંગો જમાવી સમગ્ર વિસ્તારને બાનમાં લેતા લોકો ઘર બહાર નીકળવામાં પણ ડર અનુભવી રહ્યા છે. મોરબી જિલ્લા સેવા સદન નજીક જ આવેલ સો ઓરડી વિસ્તારમાં ચામુંડાનગરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા આખલાઓ આંતક મચાવી રહ્યા છે અને રસ્તે પસાર થતા લોકોને ઢીંકે ચડાવી રહ્યા છે. દરમિયાન ગઈકાલે સાંજે ભૂરાંટા થયેલા આખલાના એક ઝુંડે સમગ્ર વિસ્તારને યુદ્ધ મેદાનમાં ફેરવી દઈ અનેક બાઇકનો બુકડો બોલાવી દીધો હતો. સાથોસાથ અહીંથી પસાર થતા લોકોની પાછળ દોડવાનું શરૂ કરતા લોકો રસ્તો પણ ઓળંગવાની હિંમત કરતા ન હતા. ઉલ્લેખનીય છે કે, મોરબી પાલિકા દ્વારા પંચાસર રોડ ઉપર એનિમલ હોસ્ટેલ બનાવી હોય રસ્તે રઝળતા તમામ ધોરણે પકડી આ એનિમલ હોસ્ટેલમાં રાખવાની અનેક વખત સુફિયાણી વાતો કરી છે પરંતુ હકીકતમાં ઢોર પકડવા માટે ઝુંબેશરૂપી સતત કાર્યવાહી ન કરતા લોકો હવે રસ્તે રઝળતા ઢોરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..