વાંકાનેર : વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મનગર સોસાયટીમાં રહેતા આકાશભાઈ લધુભાઈ શેટાણીયાના ઘર પાસે પાર્ક કરેલું રૂપિયા 50 હજારનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી જતા વાહન ચોરીના આ બનાવના ઇ - એફઆરઆઈના આધારે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.