બુલેટ ચાલકનો પગ છૂંદાઈ ગયો : રોડ ઉપર ટ્રાફિકજામ સર્જાયોમોરબી : મોરબીની રાજપર ચોકડી નજીક આજે સવારે એક ટ્રકે બુલેટચાલકને હડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં શનાળા નજીક રાજપર ચોકડી પાસે આજે સવારના અરસામાં એક ટ્રકે બુલેટને હડફેટે લીધું હતું. જેમાં બુલેટ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બુલેટ ચાલકનો પગ છુંદાઈ ગયો હતો. જેથી તુરંત 108 એમ્બ્યુલન્સમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાઈ જતા ટ્રાફિક પોલીસ દ્વારા આ ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો.