મોરબી : મોરબી શહેરના પંચાસર રોડ નાની કેનાલ રોડ પર ગત તા.11ના રોજ સવારના આઠેક વાગ્યાના અરસામાં સત્યમ વિદ્યાલય સામે જીજે - 36 - એપી - 3378 નંબરની બલેનો કારના ચાલકે પુરપાટ ઝડપે પોતાની કાર હંકારી જીજે - 36 - કયું- 5917 નંબરનું બુલેટ મોટર સાયકલ લઈને જતા દિલીપભાઈ ચુનીલાલ નકુમને હડફેટે લઈ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે દિલીપભાઈના મોટા ભાઈ અશ્વિનભાઈ ચુનીલાલભાઈ નકુમ રહે.નવલખી રોડ, શ્રદ્ધા પાર્ક પાછળ, બોખાની વાડી, મોરબી વાળાએ બલેનો કારચાલક વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.