વાંકાનેર : વાંકાનેર નજીક ચંદ્રપુર સામે હાઇવે ઉપર જીજે 03 એચએફ 5526 નંબરનું બાઇક લઈને સંજયભાઈ ધરમશીભાઈ માલકિયા ઉ.વ. 25 રહે. જુના ગારીયા તા.વાંકાનેરવાળા જઇ રહ્યા હતા. તે વેળાએ બાઇક ખુટિયા સાથે અથડાતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નિપજયુ હતું. હાલ વાંકાનેર સિટી પોલીસે આ મામલે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.