મોરબી : શ્રી રામ ભગવાનની જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્યાતિભવ્ય રામ મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં સહયોગી બનવા માટે મોરબીમાં એક બેઠકનું આયોજન કરેલ છે. આજે તા. 5ના રોજ બિલ્ડર્સ એસોસિએશન અને આવતીકાલે તા. 6ના રોજ શાળા સંચાલકોની સાંજે 5 કલાકે અજંતા બંગલો (જૂનો), સરદાર બાગની બાજુમાં, શનાળા રોડ ખાતે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કાર્ય સમિતિ - મોરબી સાથે મીટિંગ ગોઠવવામાં આવી છે. આ બેઠકમાં બિલ્ડર્સ અને શાળા સંચાલકોએ હાજરી આપવા યાદીમાં અનુરોધ કરાયો છે.