મોરબી : સમ્રાટ અશોક બુદ્ધ વિહાર દ્વારા વૈશાખી પૂર્ણિમા ઉજવણી નિમિતે આજે તા. 12-5-2025ને સોમવારના રોજ સાંજે 6 કલાકે સમ્રાટ અશોક બુદ્ધ વિહાર વિજયનગર, મોરબી ખાતે બુદ્ધ પુર્ણિમા ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 6:30 કલાકે બુદ્ધ વંદના, 8 કલાકે ભોજન સમારંભ અને રાત્રીના 9 કલાકે મહાત્મા જ્યોતિ રાવ ફૂલે ના જીવન સંઘર્ષ ઉપર આધારિત પિક્ચર ફુલે projector ઉપર બતાવવામાં આવશે. તો તમામ ઉપાસક/ઉપાસિકાઓ તેમજ ફુલે-આંબેડકરી વિચાર ધારાનાં ભાઇઓ-બહેનોએ સહ પરિવાર સાથે સફેદ વસ્ત્રોમાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.