મોરબી : મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં આજે BSNLનું નેટવર્ક ખોરવાયુ હતું. જો કે 4 કલાક બાદ ફોલ્ટ દૂર થતાં હાલ નેટવર્ક ચાલુ થયું હોવાનું જાણવા મળ્યું છે. આજ રોજ મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં બીએસએનલના નેટવર્કમા ફોલ્ટ થતા લેન્ડલાઈન, સીમકાર્ડ, લિઝલાઈન અને બ્રોડબેન્ડ બંધ થઈ ગયા હતા. બપોરે 3 થી 5 તેમજ સાંજે 6 થી 8 દરમીયાન BSNLનું નેટવર્ક ખોરવાઈ ગયું હતું. નેટવર્ક ખોરવાઈ જતા BSNL ગ્રાહકોને આજે ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. મળતી માહિતી પ્રમાણે મીડિયા ફોલ્ટના કારણે નેટવર્કમા એરર આવી હતી. જેના લીધે સમગ્ર સૌરાષ્ટ્રમા BSNLનું નેટવર્ક ઠપ્પ થઈ ગયું હતું. હાલ આ ફોલ્ટ દૂર થતાં ગ્રાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.