એક પેડ મા કે નામ નહીં... એક ઝાડ કાપો નગરપાલિકાને નામપાલીકાની બગીચા શાખાએ વગર વાંકે આખેઆખું વૃક્ષ કાપી પંખીઓનો આશરો છીનવ્યોમોરબી : કોરોના મહામારી સમયે ઓક્સિજનની કમી સર્જાતા નાનામાં નાના માણસને આજે વૃક્ષનું મહત્વ સમજાયું છે અને લોકો ઘરઆંગણાથી લઈ જાહેર સ્થળોએ વૃક્ષ વાવતા અને ઉછેરતા થયા છે ત્યારે મોરબી નગરપાલિકાના બગીચા વિભાગે કારણ વગર નગરપાલિકાના પ્રાંગણમાં જ કોઈપણ વ્યક્તિને નડતર નથી તેવા ઘેઘુર વૃક્ષની કત્લેઆમ કરી નાખી હતી. જો કે, આ ઘાતંકીકૃત્ય નિહાળી જાગૃત નાગરિકે સવાલો ઉઠાવતા હાલમાં વૃક્ષના થડને બક્ષી દેવામાં આવ્યું છે, આશ્ચર્ય તો એ વાતનું છે કે, એક પેડ માં કે નામ જેવા કાર્યક્રમોમાં સહભાગી બનનાર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરે પણ આ વૃક્ષ નકામું હોય અને ડાળી નડતર હોય કાપ્યું હોવાનું જણાવી પાલિકાના અન્ય કર્મચારીઓનો બચાવ કર્યો હતો.ગુજરાત સરકાર રાજ્યને હરીયાળું બનાવવા માટે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી એક પેડ માં કે નામ અભિયાન ચલાવી વૃક્ષારોપણ પ્રવૃત્તિને વેગ આપી રહી છે અને અનેક લોકો સ્વૈચ્છીક રીતે જ વૃક્ષ વાવવા અને ઉછેરવા સંકલ્પ લઈ રહ્યા છે તેવા સમયે જ મોરબી નગર પાલિકાના બગીચા વિભાગે કોઈપણ જાતના કારણ વગર નગર પાલિકામાં નવા બની રહેલા બિલ્ડિંગના ખૂણામાં વર્ષોથી ઉભેલા અને અનેક પક્ષીઓને આશ્રય આપતા કપાસ તરીકે ઓળખાતા ઘેઘુર વૃક્ષનું બુધવારે નિકંદન કાઢી નાખ્યું હતું.નગરપાલિકા કચેરીમાં જ કાયદાનો ભંગ કરી થઇ રહેલા વૃક્ષ છેદન અંગે જાગૃત નાગરિકે સવાલ ઉઠાવવાં હતપ્રભ બનેલા બગીચા વિભાગના જવાબદારોએ વૃક્ષની ડાળી પડી ગઈ હોવાથી આખેઆખું વૃક્ષ કાપવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ વૃક્ષછેદન જેવી ગંભીર બાબતે મોરબી નગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ડોબરીયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, વૃક્ષની ડાળ પડી ગઈ હોવાથી વૃક્ષ કાપવામાં આવ્યું છે. જો કે, જાગૃત નાગરિકની દલીલો બાદ હાલમાં પાલિકાના બગીચા વિભાગે આ વૃક્ષના થડને બક્ષી દીધું હતું.