મોરબી : મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાં રહેતા જયેશભાઇ ગોવિંદભાઇ પરમાર ઉ.46 નામના યુવાન ગઈકાલે સાંજે વજેપર વિસ્તારમાં રહેતા તેમના બનેવી કનૈયાલાલ બેચરભાઈના ઘેર ગયા હતા ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ હાર્ટએટેકથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.