વાંકાનેર : તાલુકાના અરણીટીંબા ગામે ગત તારીખ 13ના રોજ નાનાભાઈ સાથે જમવા બાબતે બોલાચાલી થતા લાગી આવતા ઝેર પી જનાર યુવતીનું લાંબી સારવાર બાદ મોત નીપજ્યું છે. વાંકાનેરના અરણીટીંબા ગામે દાદી સાથે રહેતી 18 વર્ષીય શીતલ કાંતિલાલ સંતોલા નામની યુવતીને ગત 13 માર્ચના રોજ તેના નાનાભાઈ માટે સમયસર જમવાનું ન બનાવી શકતા બોલાચાલી થઈ હતી. આ બાબતનું લાગી આવતા તેણીએ ઝેરી દવા પી લીધી હતી. બનાવ બાદ પ્રથમ મોરબી બાદ રાજકોટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. એ દરમ્યાન સારવાર કારગત ન નિવડતા ગત બપોરે તેનું મોત નીપજ્યું હતું. રાજકોટ પોલીસે વાંકાનેર જાણ કરતા તાલુકા પોલીસ મથકના આઈએસઆઈ વી.ડી.મેતાએ વધુ તપાસ હાથ ધરી છે.