મોરબી: પીપળીયા ચાર રસ્તા નજીક આવેલા નાયરા પેટ્રોલ પંપની બિલકુલ સામે એક વીજ થાંભલો અત્યંત જોખમી રીતે ભાંગીને લટકી રહ્યો છે. આ થાંભલો માત્ર વીજ વાયરોના આધારે ટકી રહ્યો છે, જે ગમે ત્યારે ધરાશાયી થઈને મોટી જાનહાનિ સર્જી શકે તેવી સ્થિતિમાં છે.પ્રાપ્ત વિગત મુજબ, ચાંચાવદરડાના પાટીયા પાસે અને કેપીટેક નોન-વુવન કંપનીની બાજુમાં આવેલો આ વીજ થાંભલો છેલ્લા બે-ત્રણ દિવસથી આ જ હાલતમાં છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ વીજ લાઈન ચાલુ છે અને તેમાં પાવર સપ્લાય કાર્યરત છે. હાઇવે પરથી સતત પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ માટે આ થાંભલો 'જીવતું જોખમ' બનીને ઉભો છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ જોખમી સ્થિતિ અંગે તંત્રને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી પીજીવીસીએલના કોઈ અધિકારી કે કર્મચારીએ સ્થળ મુલાકાત લીધી નથી કે સમારકામની તસ્દી લીધી નથી. તંત્રની આ ઘોર બેદરકારી કોઈ નિર્દોષનો જીવ લે તેવી પૂરેપૂરી શક્યતા છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાયા બાદ જ જાગશે? તેવા વેધક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. વહેલી તકે આ ભયજનક થાંભલો બદલીને નવીન થાંભલો નાખવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #PGVCL #GEB #Hazard #ElectricityPole #RoadSafety #MorbiNews #GujaratNews #BreakingNews