મોરબી : મોરબી-માળીયા(મી) વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી એવા બ્રિજેશ મેરજાએ રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સમક્ષ અગાઉ રજુઆતો કરેલી તે અંતર્ગત માળીયા(મી) તાલુકાના પિપળીયા ચાર રસ્તે ચાચાવદરડા ગામના સર્વેનંબરમાં રૂા.૩.૫ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરાવવામાં સફળતા મળી છે. આ અંગેની સત્તાવાર જાણકારી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઇ પટેલે આપી છે. તે બદલ બ્રિજેશ મેરજાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. પિપળીયા ચાર રસ્તા કેન્દ્ર એવું છે કે, જ્યા આમરણ ચોવીસીના ગામો, મોરબી તાલુકાના ગામો અને માળીયા(મી.) તાલુકાના ગામોના ત્રિભેટે આવેલ સ્થળ છે. ત્યાં રૂા.૩.૫ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ થવાથી અનેક લોકોને આરોગ્ય સેવાઓનો લાભ મળશે. જોગાનુજોગ મોરબી-માળીયા(મી) વિસ્તારના ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાને માનનીય ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની સરકારમાં મંત્રીશ્રી તરીકે એક વર્ષ પૂર્ણ થયું છે તે જ દિવસે રૂા.૩.૫ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પોતાના મત-વિસ્તારના લોકોને ભેટ અપાવવામાં બ્રિજેશ મેરજા સફળ રહ્યા છે, તે બદલ જિલ્લા ભાજપા પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, માળીયા(મી.) તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડિયા, માળીયા(મી.) તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠોડ, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ જયુભા જાડેજા, બાબુભાઈ હુંબૂલ અને રણછોડભાઈ દલવાડી તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા સહિતના આગેવાનોએ બ્રિજેશ મેરજાને ખાસ અભિનંદન પાઠવ્યા છે. આ તકે બ્રિજેશ મેરજાએ મોરબી-માળીયા(મી) વિસ્તારના મતદારોના આર્શીવાદ થકી ધારાસભ્ય બન્યો અને ગુજરાત પ્રદેશ ભાજપા અધ્ય સી.આર.પાટીલજી તથા ભાજપાના શીષત્વ નેતૃત્વના આર્શીવાદના ભાગરૂપે માનનીય ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની સરકારમાં મંત્રી તરીકે કામ કરવાની તક મળી ત્યારે માનનીય સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા અને વિનોદભાઇ ચાવડા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા, સહકારી અગ્રણી મગનભાઈ વડાવીયા, મોરબી શહેર ભાજપા પ્રમુખ લાખાભાઈ જારીયા, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર તથા જિલ્લા ભાજપા હોદેદારો તથા સત્ત-આગેવાનઓના સાથ-સહકાર અને સહયોગથી વિત્યુ વર્ષ એક કામ કર્યા અનેક મંત્રને ચરિતાર્થ કરવામાં ઉપરોક્ત સૌ કોઇના આર્શીવાદ અને સહયોગ સાંપડ્યા છે તે બદલ આભારની લાગણી વ્યકત કરી છે.