ખેડૂતોને વીમા પ્રીમિયમ ફરજીયાત ન ભરવું પડે અને વીમાની રકમ સમયસર મળી રહે તેવી રજુઆત માળીયા (મી.): માળીયા(મી.)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ હાલમાં ચાલતા વિધાનસભા સત્રમાં છેવાડાના ખેડૂતોને સમયસર નર્મદા બ્રાન્ચ કેનાલનું પાણી સમયસર મળી રહે તેવી માંગણી કરી છે. આ ઉપરાંત ખેડૂતોને વીમા પ્રીમિયમ ફરજીયાત ન ભરવું પડે અને પાકવીમાની રકમ અછતગ્રસ્ત વિસ્તારોમાં સમયસર મળી રહે તેવી રજુઆત પણ વિધાનસભામાં કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ છે, ત્યારે નર્મદા યોજનાને લગતી માંગણી પર ચર્ચા ચાલી રહી હતી, તે વખતે મોરબી-માળીયા(મી.)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની નર્મદાની માળીયા(મી.) બ્રાન્ચ કેનાલનું પાણી ખેડૂતોને મળે એ માંગણી મુજબ પાણી છોડાયું છે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું. અત્રે નોંધનીય છે કે, બ્રિજેશ મેરજાએ મોરબી-માળીયા(મી.)ની નર્મદાની ત્રણ બ્રાન્ચ કેનાલો ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ અને માળીયા(મી.) બ્રાન્ચ કેનાલ દ્વારા ખેડૂતોને પાણી સમયસર મળી રહે તેવી માંગણી વખતોવખત કરી છે. તે અન્વયે પાણી છોડાયું છે, પણ માળીયા(મી.) બ્રાન્ચ કેનાલના છેવાડાના ગામો જેવા કે, ખીરઈ, કુંભારીયા, વેણાસર, ખાખરેચી જેવા ગામોને પાણી મળતું નથી. ઉપરાંત ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલનું સિંચાઈનું પાણી મોરબી તાલુકાના ચકમપર, જીવાપર, કેશવનગર, સોંખડા વગેરે ગામોમાં મળતું નથી, જે ખુબ જરૂરી છે. કારણ કે આ વર્ષે મોરબી-માળીયા(મી.)માં વરસાદ ખેંચાયો છે અને ખેડૂતો માટેનો એકમાત્ર આધાર નર્મદા બ્રાન્ચ કેનાલ જ છે. વધુમાં ધારાસભ્યએ એવી પણ રજુઆત કરી છે, કે ઉપલા વિસ્તારમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલનું આ પાણી આવતું અટકાવવા માટે અવરોધક બાબતોને દૂર કરીને વિના વિલંબે છેવાડાના ગામોને પાણી મળવું જોઈએ. આ પર નર્મદા વિકાસ મંત્રીએ એવો પ્રતિભાવ આપ્યો છે, કે નર્મદા ડેમની સપાટી હાલ 121 મીટર ની છે. તે જોતા વધારાનું પાણી પણ છોડીને ખેડૂતોને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવશે. આ ઉપરાંત પાકવીમા પ્રશ્ને ખેડૂતોને વીમા પ્રીમિયમ ફરજીયાત ન ભરવું પડે તેવું ધોરણ અપનાવીને મરજિયાત રાખવાની માંગણી પણ કરી છે. વાવણી નિષ્ફળ જતા પાકવીમાની 25% રકમ તાત્કાલિક ચૂકવી દેવા અને અછતગ્રસ્ત વિસ્તારોમાં પાકવીમાની રકમ મળવામાં થતો વિલંબ નિવારીને સમયસર વીમાની રકમ મળે એવી રજુઆત પણ કરાઈ છે. કારણ કે અછતમાં પાક ન થયો હોઈ, ખેડૂતોને જીવનનિર્વાહ માટે વીમો તુરંત જ મળે તો તેમનું આર્થિક શોષણ થતું અટકશે, આથી પાકવીમાની રકમ સમયસર ચૂકવવા રજુઆત કરાઈ હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne