વાંકાનેર : વાંકાનેરના પ્રજાપતિ સમાજના બ્રિજેશ બરાસરા એ અંગ્રેજી સાહિત્ય માં 'આધુનિક ભારતનું ચિત્ર 'વિષય પર સંશોધન કરીને મહા નિબંધ રજુ કરેલ જે બદલ ગોધરા ગોવિંદ ગુરુ યુનિવર્સીટી દ્વારા તેઓને ડોક્ટરેડ ની પદવી અને એવૉર્ડ અર્પણ કરાઈ હતી. આ પદવી સાથે તેમણે સમગ્ર સમાજના ગૌરવમાં વધારો કર્યો હતો. બ્રિજેશભાઈને હાલ ચારેબાજુથી શુભેચ્છાઓ મળી રહી છે.