મોરબી : મોરબી સતવારા જ્ઞાતિ સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા સતવારા નવગામ જ્ઞાતિના વર્ષ-2023માં ધો. 9 થી કોલેજ સુધીમાં પ્રથમ- દ્વિતિય નંબર મેળવેલ તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવેલ 64 તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત કાર્યક્રમના પ્રમુખ તેમજ આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમજ શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં જિલ્લામાં પ્રથમ નંબર મેળવનાર જાદવ જીગ્નેશ કાનજીભાઈનું વિશિષ્ટ સન્માન સાલ ઓઢાડી જ્ઞાતિના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું.આ સાથે આઈ .ટી. આઈ.ની શિષ્યવૃત્તિ ફંડમાં રૂ. 5000 આપતા પારસભાઈ દિનેશભાઈ જાદવ અને શિક્ષણ પુરસ્કાર સમિતિમાં વધારાના 11,111 રૂપિયા મનજીભાઈ પીતાંબરભાઈ આચાર્ય દ્વારા આપવામાં આવતા બંને દાતાઓનું સાલ ઓઢાડી પ્રમુખ લખમણભાઇ કંઝારિયાએ સન્માન કર્યું હતું.આ પ્રસંગે શિક્ષણ પુરસ્કાર સમિતિના સભ્ય દેવજીભાઈ ચાવડાએ પોતાના પ્રવચનમાં જીવનમાં શિક્ષણનું મહત્વ અંગે વાત કરી હતી તેમજ મનજીભાઈ કંઝારિયાએ (આચાર્ય) જીવનમાં શિક્ષણ સાથે સંસ્કારની વાત કરી હતી.જ્ઞાતિના 64 તારલાઓને શિલ્ડ, પ્રમાણપત્ર એનાયત કરી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા 9 વિદ્યાર્થીઓને સ્વ. વિમલકુમાર એ. જાદવ શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. કાર્યક્રમના અને જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઇ એમ. કંઝારિયાએ જ્ઞાતિની જુદી જુદી સંસ્થાઓ સમાજને મદદરૂપ બનવા જુદી જુદી પ્રવૃત્તિ કરી રહી છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. આજે ઈન્ટરનેટ તેમજ સોશિયલ મીડિયાનો અભ્યાસમાં ઉપયોગ કરી, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં વિદ્યાર્થી ભાઈ -બહેનોને ઉપયોગ કરવા તેમજ અત્યારથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા લાગી જવું જોઈએ.અભ્યાસમાં ક્યાંય પણ મુશ્કેલી પડે તો આગેવાનોનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડિયલ ,મોરબી સતવારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાઘવજીભાઈ કંઝારિયા, મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર, મોરબી સતવારા મંડળના પ્રમુખ હરિનભાઈ પરમાર, સતવારા મહિલા પ્રગતિ મંડળના પ્રમુખ કિરણબેન જાદવ, વાઘપરા સતતવારા જ્ઞાતિના પ્રમુખ ભુદરભાઈ જાદવ તેમજ દાતાઓના પ્રતિનિધિ જીવરાજભાઈ પરમાર, મનજીભાઈ આચાર્ય, હરિનભાઈ પરમાર, મકનભાઈ ડાભી, હસમુખભાઈ પરમાર, રેખાબેન પરમાર સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ પુરસ્કાર સમિતિના સભ્ય મહાદેવભાઇ ડાભી, ગોવિંદભાઈ હડિયલ, તરુણભાઈ પરમાર, દેવજીભાઈ ચાવડા, ધીરુભાઈ પરમાર, હરિભાઈ કંઝારિયા, યોગેશભાઈ ડાભી , વિજયભાઈ ડાભી, ડો. જયેન્દ્રભાઈ કંઝારિયા, કિશોરભાઈ કંઝારિયા, પ્રકાશભાઈ સોનગરા અને કેતનભાઇ પરમાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઈ એમ. કંઝારિયાએ જણાવ્યું હતું.