મોરબી : મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરાની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ઉમિયા ચંદ્રક સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં પાટીદાર સમાજના તેજસ્વી તારલાઓનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. ઊંઝા સ્થિત ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વર્ષ 1987 એમ 35 વર્ષથી ઉમિયા ચંદ્રક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આઠમો ઉમિયા ચંદ્રક સમ્માન સમારોહ ગઈકાલે તા. 02 ના રોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડીટોરીયમ અને કોમ્યુનિટિ હોલ, બોડકદેવ, અમદાવાદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોરબીના સન હાર્ટ ગ્રુપના સ્થાપક ગોવિંદભાઈ વરમોરા એ મંચ પર ખાસ ઉપસ્થિત રહી સમાજના યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે સન્માન સમારોહમાં કડવા પાટીદાર સમાજના 169 દિકરા-દિકરીઓને ઉમિયા ચંદ્રક એવોર્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.