પુલ ઉપર ભારે વાહનોનો પ્રતિબંધ, છતાં અનેક ભારે વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છેમોરબી : વાંકાનેરના ખીજડિયા નજીક પુલ જર્જરિત હાલતમાં હોય, સ્થાનિકોએ દુર્ઘટના સર્જાવાની ભીતિ વ્યક્ત કરી છે. વધુમાં અહીં પુલ ઉપર ભારે વાહનો સામે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છતાં ભારે વાહનો અહીંથી પસાર થઈ રહ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.આ મામલે માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સંદીપ કડીવારને પૂછતા તેઓએ જણાવ્યું કે વાંકાનેરથી કુવાડવા જવાના રસ્તે આ પુલ આવે છે. નવો પુલ મંજુર થયો છે. આ પુલને ડીસમેન્ટલ કરવામાં આવશે. પુલ ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધ છે. પુલ ઉપર લાઈટ વ્હીકલને પસાર થવામાં કોઈ વાંધો આવે તેમ નથી. નકશા અંદાજો બનાવવા સહિતની કામગીરી ગાંધીનગરમાં ચાલુ છે. દિવાળી આસપાસ વર્ક ઓર્ડર અપાઈ તેવી તૈયારી છે. બાજુમાં પાકું ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે.