કાર સવાર બે લોકોએ દરવાજો ન ખુલતા બારીએથી બહાર નીકળી જીવ બચાવ્યોમોરબી : મોરબીના રાજપર ગામ નજીક આજે સાંજે એક કાર ઓચિંતી સળગી ઉઠી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે લોકોનો સદનસીબે બચાવ થઈ જતા હાંશકારો અનુભવાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે સાંજના સમયે રાજપર નજીક નસીતપર જવાના રસ્તે ગાયત્રી ફાર્મ હાઉસની સામે રોડ ઉપર જઈ રહેલી બ્રેઝા કાર ઓચિંતી કોઇ કારણોસર સળગી ઉઠી હતી. આ કાર નસીતપર ગામના કોઈ વ્યક્તિની હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં કારમાં બે લોકો સવાર હતા. કારમાં ઓચિંતી આગ લાગતા તેઓએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પણ દરવાજો ન ખુલતા તેઓ બારીમાંથી બહાર નીકળી ગયા હતા. આમ સદનસીબે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. બીજી આ અંગે જાણ થતાં ફાયરની ટિમ પણ ઘટના સ્થળે રવાના થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.