લાલબાગ સેવા સદન નજીક અજાણ્યો તસ્કર કળા કરી ગયો ગાડીની આરસી બુક, લેપટોપ પણ ચોરી ગયો મોરબી : મોરબી શહેરના લાલબાગ નજીક જૂની ટ્રેઝરી ઓફીસ પાસે પાર્ક કરેલી બ્રેઝા કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરે કારમાંથી રૂપિયા 4 લાખ રોકડા, લેપટોપ, બોલેરો ગાડીની આરસી બુક સહિતની માલમતાની ચોરી કરી જતા ફરિયાદ નોંધાઈ છે. આ ચકચારી બનાવની વિગત જોઈએ તો મોરબીના રવાપર રોડ ઉપર વિજયનગરમાં ગાયત્રીચોકમાં રહેતા ભાસ્કરભાઇ નાનજીભાઇ બાવરવાએ લાલબાગ સેવા સદન નજીક જૂની ટ્રેઝરી પાસે પોતાની બ્રેઝા કાર પાર્ક કરી હતી ત્યારે બપોરનાં અઢી વાગ્યાથી સાડા ત્રણ વાગ્યાની વચ્ચે અજાણ્યા તસ્કરે ગાડીનો કાચ તોડી કારની અંદર રાખેલ રોકડા રૂ. ૪,૦૦,૦૦૦, એચ.પી. કંપનીનું લેપટોપ કિં.રૂ. ૨૦,૦૦૦, અસલ આધાર કાર્ડ, પાન કાર્ડ ઉપરાંત ફરિયાદીની માલિકીની બોલેરો કાર રજી.નં. જીજે-૩૬-વી-૦૦૯૧ ની તથા બોલેરોની અસલ આરસી બુક, એસબીઆઇ, યુબીઆઇ અને એચ.ડી.એફ.સી. બેંકની ત્રણ પાસ બુક તથા એ.ટી.એમ. કાર્ડ તથા ચેક બુક સહિત કુલ મુદામાલ રૂ. ૪,૨૦,૦૦૦નો મુદ્દામાલ ચોરી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે ભાસ્કરભાઈની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી તસ્કરની ભાળ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..