મોરબી : મોરબી તાલુકાના ફડસર ગામે ખેતરેથી પરત આવી રહેલા પરિણીતાને રસ્તામાં આંતરી નરાધમ આરોપીએ બાવડું પકડી બિભિત્સ માંગણી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા 45 વર્ષીય પરિણીતા ગત તા.25 ઓક્ટોબરના રોજ પોતાના ખેતરેથી એકલા પરત આવતા હતા ત્યારે ફડસર ગામના સ્મશાન પાસે રોડ ઉપર ઉભેલા આરોપી લાખાભાઇ મેરામભાઇ બાળા રહે-ફડસર તાજી-મોરબી વાળાએ પરિણીતાની એકલતાનો લાભ લઇ, બાવડુ પકડી બિભત્સ માંગણી કરી ગાળો આપી ફડાકો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બદકામ કરવાના ઇરાદાથી છેડતી પણ કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.