મોરબી : મહાનગરપાલિકા બન્યા બાદ એક પછી જગ્યાઓ ભરવામાં આવી રહી છે. આ દરમિયાન આજે વિજીલન્સના શાખા અધિકારી પરેશભાઈ અંજારિયાને મ્યુનિસિપલ કમિશનરના અંગત મદદનીશની જવાબદારી સોંપવામાં આવી છે. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાએ આ મામલે સતાવાર ઓર્ડર આપી આ જવાબદારીની સોંપણી કરી હોવાનું જાણવા મળ્યું છે.