મોરબી : આગામી તારીખ 18 જાન્યુઆરી ને રવિવારના રોજ મોરબીના શનાળા રોડ પર મહાવીર સોસાયટીના સાર્વજનિક મેદાનમાં મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત (ડો. બીપીન નહેરુ, અનિલભાઈ બુદ્ધદેવ, મંત્રી અજયભાઈ રાવળ) ઓર્થોપેડીક અને જનરલ મેડિસિનના નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાલશે. જેમાં ડો. સેતુ જસાણી અને ડો. રાજ ધાનાણી સેવા આપશે. આ કેમ્પમાં નિ:શુલ્ક એક્સરે, બીપી અને સુગર પણ ચેક કરી આપવામાં આવશે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 80008 42000 પર સંપર્ક કરવા જણાવ્યું છે.