મોરબી : મોરબી પરશુરામ યુવા ગ્રુપ અને મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોએ સિદ્ધિવિનાયક કા રાજાના દર્શન કર્યા હતા. જ્યાં આયોજક અરવિંદભાઈ બારૈયા દ્વારા તમામ હોદેદારોનુ સન્માન કરાયું હતું.મોરબી પરશુરામ યુવા ગ્રુપ અને મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોએ આમંત્રણને માન આપી તમામ ગણપતિ મહોત્સવમાં હાજરી આપી આરતી અને પૂજા અર્ચના કરી દર્શનનો લાભ લીધો હતો. જેમાં મોરબી સિદ્ધિવિનાયક કા રાજાની મહાઆરતીનો લાભ લઈ દર્શન કર્યા હતા. આ ઉપરાંત હાઉસીંગ બોર્ડ કા રાજા, અંબિકાચોક કા રાજા સહિતના તમામ નાના મોટા ગણપતિ મહોત્સવમાં હાજરી આપી હતી.આ દર્શનમાં પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશી, મહામંત્રી નયનભાઈ પંડ્યા, મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની પાંખના મહમંત્રી ચિંતનભાઈ ભટ્ટ, જીલ્લા ભાજપના મંત્રી તેમજ સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી નીરજભાઈ ભટ્ટ સહિતના આગેવાનો જોડાયા હતા. આ દરમ્યાન સિદ્ધિવિનાયક કા રાજાના આગેવાન અરવિંદભાઈ બારૈયા અને ઓમ બારૈયા દ્વારા તમામ આગેવાનોનું ખેસ પહેરાવી ગણપતિ દાદાનો ફોટો ભેટ આપી સન્માન કરાયું હતું.