ડેમનો અેક દરવાજો અડધો ફુટ ખોલતા હેઠવાસના 9 ગામોને એલર્ટ કરાયા હળવદ : હળવદ પંથક અને ઉપરવાસમાં પણ હાલ મેઘવીરામ વચ્ચે નર્મદા ડેમની જળ સપાટી વધતા નર્મદા નિરની આવકને કારણે હળવદનો બ્રાહ્મણી 2 ડેમ (શક્તિસાગર) ઓવર ફ્લો થયો છે. આ ડેમનો અેક દરવાજો અડધો ફુટ ખોલતા હેઠવાસના 9 ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા નિરની સતત ઘીગી આવકને કારણે હળવદનો બ્રાહ્મણી 2 ડેમ (શક્તિસાગર) છલોછલ ભરાઈને ઓવર ફ્લો થયો છે. આ ડેમ વરસાદને કારણે નહિ પણ નર્મદા નિરની અવકને કારણે ભરાયો છે. આથી બ્રાહ્મણી-૨ ડેમનો અેક દરવાજો અડધો ફુટ ખોલવામા આવ્યો છે. ડેમથી નિચાણ વાળા 9 ગામોને કરાયા અેલેર્ટ કરાયા છે. જેમાં હળવદના સુસવાવ.ટિકર.મિયાણી.મયુરનગર.માનગઢ.ખોડ.કેદારીયા.ચાડધ્રા.અજીતગઢ. સહિતના ગામેને અેલેર્ટ કરી બ્રાહ્મણી નદિના તટ પર ફરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે આ ડ નર્મદાના નીરથી ડેમ ભરાયો હોય અને ડેમમા હજુ નર્મદાના પાણીની આવક ચાલુ હોવાનું ડેમના સુત્રોમાંથી જાણવા મળ્યું છે. એટલે 400 ક્યુસેક પાણીની આવક સામે 400 ક્યુસેકની જાવક છે.