સાંઈરામ દવેનો ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ, વિષ્ણુ સહસ્ત્રના શ્લોકનું પઠન તથા વેદ પુરાણની પ્રાર્થનાનું આયોજન કરાયુંમોરબી: આજે 13 સપ્ટેમ્બરના રોજ મોરબીના બ્રહ્મ પરિવાર ઠાકર પરિવાર દ્વારા સ્વ. ચંદ્રકાંત નવલશંકર ઠાકરના પ્રથમ શ્રાદ્ધ તર્પણ અર્થે દિવ્ય બ્રહ્મચોર્યાસી નિમિત્તે કિરણબેન ચંદ્રકાંતભાઈ ઠાકર પરિવાર દ્વારા પિતૃસ્મૃતિ કાર્યક્રમ તેમજ બ્રહ્મચોર્યાસી મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.આ કાર્યક્રમ પટેલ સમાજ વાડી, શનાળા ખાતે યોજાયો હતો. જેમાં સાંજે 4 થી 5:30 કલાકે પિતૃ સ્મૃતિ કાર્યક્રમ યોજાયો હતો અને સાંજે 5:30 થી 8:00 કલાકે બ્રહ્મચોર્યાસી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબીમાં વસતા તમામ ભૂદેવોને ઠાકર પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું હતું.કાર્યક્રમમાં જાણીતા લોકસાહિત્યકાર, લેખક, ઉત્તમ શિક્ષક અને હાસ્યકલાકાર સાંઈરામ દવેનો ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ ઋષિ કુમારો, ભૂદેવો તથા આચાર્ય દ્વારા વિષ્ણુ સહસ્ત્રના શ્લોકનું પઠન તથા વેદ પુરાણની પ્રાર્થનાનું પણ ગાયન કરાયું હતું.