શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયા તેમજ મેયર ઉત્તમ સુરાણીની વિશેષ ઉપસ્થિતિમાં પવિત્રતા અને પ્રેમના પાવન પર્વની ઉજવણી કરાઈમોરબી અપડેટ: મોરબી ખાતે બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર દ્વારા પવિત્રતા અને પ્રેમના પાવન પર્વ નિમિત્તે એક 'ઈશ્વરીય અલૌકિક રક્ષાબંધન' નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 28 ઓગસ્ટ 2026 ને શુક્રવારના રોજ પરમાત્મા પ્રેમ, પવિત્રતા અને શુભ સંકલ્પના પાવન સૂત્ર સાથે આ દિવ્ય મહોત્સવ હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો.આ પાવન અવસરે મોરબીના આંગણે પરમાત્માના ઘર સમાન આશ્રમ ખાતે વિવિધ મહાનુભાવો પધાર્યા હતા, જે સમગ્ર મોરબી વાસીઓ માટે અત્યંત આનંદ અને ખુશીની વાત બની રહી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયા તેમજ મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી. મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌએ ભક્તિભાવપૂર્વક ઈશ્વરીય રક્ષાબંધન પર્વની દિવ્ય ઉજવણી કરી હતી.#Morbi #MorbiUpdate #BrahmaKumaris #RakshaBandhan #DivineCelebration #MorbiCity #MorbiNews