વાંકાનેરઃ બ્રહ્મ કુમારીઝ વાંકાનેર ખાતે ગત તારીખ 6 ડિસેમ્બરના રોજ મહિલા, બાળ અને વરિષ્ઠ નાગરિકોના અધિકારો, યોજના અને તેમના માટે ચાલતી હેલ્પ લાઈન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વાંકાનેરની પટેલવાડી પાસે આવેલી અરુણોદય સોસાયટી ખાતે બ્રહ્મ કુમારીઝ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકનાં અધિકારો, યોજના અને તેમના માટે ચાલતી હેલ્પ લાઇન 1098 બાળકો માટે, 181 મહિલા માટે તેમજ 14567 વરિષ્ઠ નાગરિક માટે છે તે અંતર્ગત અવરનેસ કાર્યકમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કાનાણી મેડમ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નારી અદાલત વાંકાનેરના તેજલબા ગઢવી, વરિષ્ઠો માટેની હેલ્પલાઈન 14567 મોરબી અને રાજકોટમાંથી રાજદિપસિંહ પરમાર, પીબીએસસી વાંકાનેરના દિપીકાબેન દેસાણી, આઈસીડીએસ વાંકાનેરના વૈશાલીબા, સખી વન સ્ટોપ સેન્ટર મોરબીના પ્રવિણાબેન પંડ્યા, 181 હેલ્પલાઈન મોરબીના કાઉન્સેલર રાધિકાબેન, બાળકોની હેલ્પલાઈન 1098 મોરબીના ટેસી થોમસ, નમીરા બ્લોચ અને અંકિતાબેન, બ્રહ્મકુમારીઝના સિસ્ટર તથા તેઓનો સ્ટાફ અને આસપાસના વિસ્તારના મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.