મોરબી : આગામી તારીખ 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે કોલેજના વિદ્યાર્થીઓ માટે મોરબી ABVP દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મોરબી દ્વારા ખેલો ભારત ગતિવિધિ અંતર્ગત સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે તારીખ 9 જાન્યુઆરી થી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ મોરબીના એસપી રોડ પર આવેલી કૈલાશ ક્રિકેટ એકેડમી ખાતે રમાશે. મોરબીના કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આ ટુર્નામેન્ટમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. વધુ માહિતી માટે મો.નં. 8238315600 અથવા 9106355350 પર સંપર્ક કરવા જણાવાયું છે.