સિવિલ હોસ્પિટલના ક્વાર્ટરવાળી શેરીમાં દારૂની ખાલી બોટલો મળી આવતા અસામાજીક તત્વોની મહેફિલના ધજાગરા ઉડયા, પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી અસામાજિક તત્વોની રંજાડ હવે ફાટીને ધુમાડે ગઈ છે.જેમાં સિવિલ હોસ્પિટલના ક્વાર્ટરવાળી શેરીમાં દારૂની ખાલી બોટલો મળી આવતા અસામાજીક તત્વોની મહેફિલના ધજાગરા ઉડયા છે.આ સિવિલ હોસ્પિટલ જાણે દારૂનું પીઠ્ઠું હોય તેમ દારૂની બોટલોની ભરમાર જોવા મળી રહી છે. આથી પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબીના જાગૃત નાગરિક દ્વારા પાલિકા તેમજ પોલીસને કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, મોરબીની સિવિલ હોસ્પિટલમાં અસામાજિક તત્વો એટલી હદે બેફામ બની ગયા છે કે દારૂબંધીના છડેચોક ધજજીયા ઉડાડી દીધા છે.જેમાં સિવિલ હોસ્પિટલના ક્વાર્ટરવાળી શેરીમાં ઠેરઠેર દારૂની ખાલી બોટલો મળી આવી છે. આ રીતે ઢગલાબંધ વારંવાર દારૂની ખાલી બોટલો મળી આવતા આ સ્થળે અસામાજિક તત્વો મહેલીફ મંડાતી હોવાનો ભાંડફોડ થયો છે. સિવિલ હોસ્પિટલમાં આ રીતે દારૂની બોટલો મળી આવવી તે ઘટના ઘણી જ ગંભીર છે અને સિવિલ હોસ્પિટલમાં આવા ગોરખધંધા કોઈ કાળે ચાલવી લેવાય એમ નથી. જો કે સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચોકી હોવા છતાં દારૂબંધીના આવા લીરેલીરા ઉડે તે પણ શર્મનાક બાબત છે. આ સ્થળે અસામાજિક તત્વો દબાણ કરીને અસામાજિક પ્રવૃતિઓ કરતા હોવાની ફરિયાદ કરી પાલિકા અને પોલીસ તંત્રને આ બાબતે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..