જમીન માપણી અને શેઢાના વિવાદમાં કાકા-ભત્રીજાની હત્યા કરનાર બંને સગા ભાઈઓને ટંકારા પોલીસે દબોચી લીધા: ગુનામાં વપરાયેલ બાઈક અને હથિયાર કબજે કરવા તજવીજમોરબી: ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારના મેઘપર ઝાલા ગામે જમીન માપણી અને શેઢાના વિવાદમાં કાકા-ભત્રીજાની છરીના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો હતો. આ મામલે ફરિયાદી દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાની ફરિયાદના આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1), 3(5) તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.પોલીસ ટીમોએ ટેકનિકલ સોર્સિસ અને બાતમીદારોની મદદથી આરોપીઓને ઝડપ્યાગુનાની ગંભીરતાને ધ્યાને લઈ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ દિલુભા ઝાલા તથા સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસ ટીમો દ્વારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ ઉપયોગથી, ઘટના બાદ મોટરસાઇકલ પર ફરાર થઈ ગયેલા બંને સગા ભાઈઓ અને મુખ્ય આરોપીઓ મહાવિરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (રહે. મેઘપર ઝાલા, તા. ટંકારા) અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (રહે. મેઘપર ઝાલા, તા. ટંકારા)ને રાઉન્ડ-અપ કરી કાયદાના સકંજામાં લઈ લેવામાં આવ્યા છે.હથિયાર કબજે કરવા અને રિમાન્ડ મેળવવા તજવીજ શરૂધરપકડ કરાયેલા બંને આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ અને તીક્ષ્ણ હથિયાર કબજે કરવાની તેમજ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે. આ લોહિયાળ ઘટના પાછળ અન્ય કોઈની સંડોવણી કે મદદગારી છે કે કેમ, તે દિશામાં પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી. ઝાલા દ્વારા આગળની સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.#Morbi #Tankara #MorbiPolice #CrimeNews #DoubleMurder #MeghparZhala #MorbiUpdate