મોરબી: મોરબીના શનાળા રોડ પર રંગોલી આઈસ્ક્રીમ નજીક ગત રાત્રે જતીન સોની નામના યુવાનની કરપીણ હત્યાના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. આ મામલે ડીવાયએસપી જે.એમ.આલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં સ્પષ્ટ થયું છે કે માત્ર વાહન ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીમાં આ હત્યા નિપજાવવામાં આવી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરોને હસ્તગત કરી લીધા છે.ઓવરટેક મામલે થઈ હતી બબાલ, આરોપીએ છરીના ત્રણ ઘા માર્યા : ડીવાયએસપીઘટનાની વિગતો આપતા ડીવાયએસપી આલે જણાવ્યું હતું કે, ગત રાત્રે શનાળા રોડ પરથી પસાર થતી એક ફોર વ્હીલ કાર અને એક્સેસ મોટરસાઈકલ વચ્ચે વાહન ઓવરટેક કરવા બાબતે અચાનક બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલીમાં એક્સેસ પર સવાર બે સગીર વયના શખ્સોએ ઉશ્કેરાઈ જઈને જતીન સોની પર છરી વડે હુમલો કર્યો હતો અને ઉપરાછાપરી ત્રણ જેટલા ઘા ઝીંકી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં જતીન સોનીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.ટેકનિકલ સોર્સ અને સીસીટીવીની મદદથી આરોપીઓ ઝડપાયાબનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને સગીર આરોપીઓને શોધી કાઢ્યા હતા. પોલીસે ગુનામાં વપરાયેલ એક્સેસ મોટરસાઈકલ અને હત્યામાં વપરાયેલ છરી પણ કબજે કરી લીધી છે. હાલ આ કેસની વધુ અને ઝીણવટભરી તપાસ તપાસનીશ અધિકારી આર.એસ.પટેલ ચલાવી રહ્યા છે.બન્ને સગીર આરોપીઓની ઉમર 17 વર્ષથી ઉપરસોની યુવાનની છરીના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરનાર બન્ને આરોપીઓ સગીર છે. જેમાં એકની ઉપર 17 વર્ષ 5 મહિના છે. તો બીજાની ઉંમર 18 વર્ષમાં એક અઠવાડિયુ જ ઓછી છે. (આરોપીઓ 18 વર્ષથી નાના હોવાથી કાયદા મુજબ તેમની ઓળખ કે ફોટા જાહેર કરી શકતા નથી)આરોપીના પરિવારના ઘરે તપાસ કરતા બીયરનો જથ્થો મળ્યોહત્યાની આ તપાસ દરમિયાન પોલીસે આરોપીઓના પરિવારના રહેણાંક મકાનમાં દરોડો પાડી તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ઘરમાંથી બીયરના ૨૨ નંગ ટીન અને કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. આ વિદેશી દારૂના જથ્થા અંગે એ-ડિવિઝન પોલીસ દ્વારા અલગથી ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.શહેરમાં વાહન ચેકિંગ અને કોમ્બિંગ સઘન બનાવાશેમોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અંગે ડીવાયએસપી આલે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવશે. ખાસ કરીને શંકાસ્પદ જણાતા વાહનચાલકો અને કાળા કાચવાળી ગાડીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, આગામી દિવસોમાં એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને મોરબીના વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવશે જેથી અસામાજિક તત્વોમાં કાયદાનો ડર બની રહે અને શાંતિ જળવાઈ રહે.#Morbi #CrimeNews #MurderCase #MorbiPolice #JatinSoni #MorbiUpdate #GujaratPolice #CrimeBranch #LawAndOrder #MorbiNews