એલસીબીએ ગણતરીની કલાકોમાં જ લૂંટના આરોપીઓને દબોચી લીધા હતા, પેટ્રોલપંપના કર્મચારીએ બે આરોપીઓ સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો મોરબી : મોરબીના ટિબંડી ગામની સીમમાં આવેલ શિવાનંદ પેટ્રોલપંપે પેટ્રોલ પુરાવાના આવેલા બે બાઈક ચાલકોએ પેટ્રોલપંપના કર્મચારીને કટરના ઘા ઝીકી ઓફિસમાં રહેલા રોકડા રૂપિયા 48 હજારની લૂંટ કરેલી લૂંટનો ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની ભેદ ઉકેલી નાખી બે આરોપીઓને ઝડપી લઈ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી લીધો હતો. આ કેસમાં પેટ્રોલપંપમાં કામ કરતા કર્મચારીએ જ લાંબા સમયથી લૂંટની યોજના બનાવ્યાનુ તપાસમાં સામે આવ્યું હતું. ત્યારે બે આરોપીઓ બે દિવસના રિમાન્ડ ઉપર સોપાયા છે. મોરબી તાલુકાના ટીબંડી ગામની સીમમાં આવેલ શિવાનંદ પેટ્રોલપંપમાં ગઈકાલે વહેલી સવારે પલ્સર બાઇકમાં હેલ્મેટ પહેરીને બે શખ્સ પેટ્રોલ પૂરાવવા માટે આવ્યા હતા અને પેટ્રોલ પૂરાવ્યા બાદ પેટ્રોલપંપના કર્મચારી રાહુલસિંગ વિક્રમસિગની પાછળ પાછળ ઓફિસમાં ઘુસી જઈ નાના કટર જેવા હથિયારથી જમણા હાથમાં છરકો કરી ઇજા કરી હતી અને ઓફિસમાં પડેલ વકરાના રોકડા રૂપિયા 48 હજારની લૂંટ કરી લૂંટારુઓ નાસી ગયા હતા. આ લૂંટની ઘટના અંગે પેટ્રોલપમ્પ માલિક રોહીતભાઇ દુર્લભજીભાઇ છનીયારાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મોરબી એલસીબી ટીમે લૂંટ ચલાવનાર આરોપી નરેન્દ્રસિંગ દીલીપસિંગ રાવત અને ઠાકુરસીંગ ભૈરવસીંગ રાવતને દબોચી લઈ આ ગુન્હામાં સંડોવાયેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી લઈ બે આરોપીઓઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બન્ને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી એલસીબી ટીમે ટેક્નિકલ અને હ્યુમન સોર્સીસને કામે લગાડી ગણતરીની કલાકોમાં જ લૂંટની આ ઘટનાનો ભેદ ઉકેલી નાખી લૂંટ ચલાવનાર આરોપીઓને ઝડપી લીધા હતા. એલસીબીની તપાસના ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં પેટ્રોલપંપના કર્મચારીએ ટ્રક ચાલક અને રાજસ્થાનના વતની અન્ય આરોપીઓની મદદથી લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનું અને આ લૂંટ કેસમાં હજુ આરોપી નવદીપસિંહ ઉર્ફે નિરુ. રાવત ફરાર હોય આરોપીને પકડવા તજવીજ હાથ ધરાઈ છે. દરમિયાન પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ પાસેથી 3 મોબાઈલ કિંમત રૂપિયા 15 હજાર, 60 હજારનું પલ્સર બાઈક, એક હેલ્મેટ સહિત રૂપિયા 1,23,600નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ એન.એચ.ચુડાસમા, કે.એચ.ભોચિયા, એ.ડી.જાડેજા તેમજ એલસીબી, પેરોલ ફરલો સ્ક્વોડ સહિતના સ્ટાફે કરી હતી.