મોરબી : સીમાજન કલ્યાણ સમિતિ સંચાલિત સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા સરહદ કો પ્રણામ કાર્યક્રમ તારીખ 24 થી 26 જાન્યુઆરી સુધી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના સીમાવર્તી ગામોમાં સરહદ કો પ્રણામ કાર્યક્રમ યોજાશે. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓના કોલેજિયન યુવાનો જોડાશે.મોરબી જિલ્લામાં કોલેજિયન યુવાનો 24 જાન્યુઆરીના રોજ સાંજ સુધીમાં પહોચશે. રાત્રિ રોકાણ કર્યા બાદ 25 જાન્યુઆરીએ સવારે પ્રસ્થાન કરશે અને સીમાવર્તી ગામોમાં જશે. યુવાનો સીમાવર્તી ગામોમાં જઈને લોકોને મળશે. દરેક ગામોમાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવશે અને ભારતમાતા ભોજન કાર્યક્રમ યોજાશે. તિરંગા યાત્રા અને પ્રભાતફેરી જેવા કાર્યક્રમો પણ ગામડાઓમાં યોજાશે. તો મોરબી જિલ્લાની દેશપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં જોડાવવા સીમા જાગરણ મંચ- મોરબી દ્વારા આમંત્રણ પાઠવાયું છે.