વાંકાનેરના વઘાસીયા ગામની સીમ પાસે બનેલી ઘટનામાં બે શખ્સો સામે હુમલો અને ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો વાંકાનેર : વાંકાનેરમાં બુટલેગરો બેફામ બનીને પોલીસને પણ ગાંઠતા ન હોવાની ઘટના સામે આવી છે. જેમાં વાંકાનેરના વઘાસીયા ગામની સીમ પાસે ગઈકાલે દેશી દારૂ ભરેલા વાહન લઈને નીકળેલા બુટલેગરો પોલીસે અટકાવતા મામલો બીચકાયો હતો. જેમાં લાજવાને બદલે ગાજેલા બુટલેગરોએ ફરજ પરના પોલીસ કર્મચારી ઉપર હુમલો કર્યો હતો. બાદમાં પોલીસે દેશી દારૂ કબ્જે કર્યો હતો. તેમજ ઘટનામાં બે શખ્સો સામે હુમલો અને ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પોલીસ મથકના આમ્ડૅ પો.હેડ કોન્સ. હરપાલસિહ જયેન્દ્રસિહ પરમારે આરોપીઓ ભુપેન્દ્રસિહ ઉર્ફે ભુપી મહેન્દ્રસિહ ઝાલા, પ્રતિકસિહ ઉર્ફે પીન્ટુ જનકસિહ ઝાલા (રહે. બન્ને વઘાસીયા, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨ ના રોજ વઘાસીયા ગામની સીમ પાસે આરોપીઓ છાની છુપી રીતે દારૂનો ધંધો કરતા હોય ફરીયાદી પ્રોહી-જુગારની સબંધે કામગીરીમા પેટ્રોલીગમા નીકળ્યા હતા. તે દરમિયાન આરોપીઓ જયુપીટર દ્રીચક્રી વાહન પર દેશીદારૂ ભરેલ બાચકા સાથે પસાર થતા રોકવા કોશીશ કરી પાછળ જતા બન્ને આરોપીઓ જયુપીટર વાહન સહીત સ્લીપ થઇ પડી જતા ફરીયાદી ત્યા પહોચતા આરોપીઓએ ફરીયાદી સાથે ઝપાઝપી કરી ગાળો બોલી ફરજમા રૂકાવટ કરી આરોપીઓઉં છરી વડે ઓચીંતા હુમલો કરતા ફરીયાદીને ડોક પર તથા હાથની આંગળીમા ઇજા પહોંચી હતી. પોલીસ કર્મચારી પર હુમલો કરીને બન્ને આરોપીઓ નાસી છૂટ્યા હતા. બાદમાં પોલીસે દેશીદારૂ લીટર ૫૦ કિ.રૂ. ૧,૦૦૦ નો વેચાણના આશયથી હેરાફેરી કરતા દેશીદારૂ સ્થળ પરથી મળી આવેલ હોય જે કબ્જે કરી બન્ને આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ- ૩૩૨, ૩૫૩, ૨૨૪, ૧૮૬, ૫૦૪ તથા જી.પી.એકટ કલમ ૩૭ (૧) ૧૩૫ તથા પ્રોહી કલમ ૬૫(એ)(એ), ૯૮(૨), ૮૧ મુજબ ગુન્હો નોંધી બન્નેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..