એ ડિવિઝન પોલીસની રેઇડ દરમિયાન અન્ય એક આરોપી ફરાર મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે લીલાપર રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં બાતમીના આધારે રેઇડ કરીને વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી લીધો હતો.જ્યારે અન્ય એક આરોપી હાજર નહિ મળતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફને આજે ચોક્કસ બાતમી મળી હતી કે, વિજય સામતભાઇ સાવધાર તથા જગદીશભાઈ સામતભાઇ સાવધાર રહે.બંને મોરબી લીલાપર પાંજરાપોળ પ્રજાપત સોસાયટીવાળા પોતાના મકાનમાવિદેશી દારૂનો જથ્થો રાખી વેચણ કરે છે. આ બાતમીના આધારે રેડ કરીને પોલીસે રહેણાંક મકાને આરોપી વિજયભાઇ સામતભાઇ સાવધાર રહે.મોરબી લીલાપર પાંજરાપોળ સામે પ્રજાપત સોસાયટીને ઇંગ્લીશ દારૂ બોટલ નંગ ૬૭ કિ.રૂ.૩૩૨૭૫ તથા એકટીવા તથા ફોન-૧ કુલ રૂ.૯૩૨૭૫ નો મુદામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી ધરેલ છે. જગદીશભાઇ સામતભાઇ સાવધાર હાજર ન મળતા તેની સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.