ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોધાંસે ૫૦ થી વધુ કવિલેખકોના પુસ્તકોનો વિમોચન સમારોહ. મંગળવારે તા ૨૨ ના ૫૦ થી વધુ લેખક કવિના પુસ્તકોનો એકી સાથે વિમોચન સમારોહ. મોરબી : તારીખ ૨૨ ના રોજ મોરબીના કવિ લેખક શ્રી રાજુભાઇ વ્યાસના પુસ્તકનું વિમોચન થવા જઇ રહ્યુ છે એ કાર્યક્રમ ની જાણવા મળતી વિગત મુજબ, સ્વતંત્રતાનાં અમૃત પર્વની અનોખી ઉજવણી કરવા માટે નેક્ષસ સ્ટોરીઝ પબ્લિકેશન અને સંકલ્પ સાહિત્ય સર્જન સમૂહ દ્વારા તારીખ ૨૨ - ફેબ્રુઆરી નાં રોજ એકી સાથે ૫૦ થી વધુ લેખક અને કવિનાં પુસ્તક વિમોચન કરી વિક્રમ સ્થાપિત કરવા જઈ રહ્યા છે. જેની નોંધ ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં થવાની છે. ૨૨- ફેબ્રુઆરીએ ઓનલાઈન આયોજિત થનારા આ કાર્યક્રમમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનાં પુસ્તકોનું વિમોચન થવાનું છે. અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર ૨ મહિનાનાં ટૂંકા સમયમાં આ પુસ્તકો પ્રકાશિત થઈ વિમોચન થવા જઈ રહ્યા છે જેમાં. વાર્તાઓ, બાળકથા, બાળ કાવ્યો, કવિતાઓ, ગઝલ, પ્રવાસ નિબંધ, સંસ્કૃત સુભાષિતો, આરોગ્ય લક્ષી, દેશભક્તિના, નવલકથા વગેરે પ્રકારનાં પુસ્તકોનો સમાવેશ થયો છે. સંકલ્પ સાહિત્ય સર્જન સમૂહ અને નેક્ષસ સ્ટોરીઝ પ્રકાશનનો વિમોચન કાર્યક્રમ તારીખ ૨૨-૨-૨૨નાં ઓનલાઈન રહેશે તથા તેનું જીવંત પ્રસારણ The Reader Sacho YouTube ચેનલ અને નેક્ષસ સ્ટોરીઝ પબ્લિકેશનના ફેસબુક પેજ પર નિહાળી શકાશે. મોરબીના જાણીતા કવિલેખક રાજુભાઈ વ્યાસના પુસ્તકને પણ તેમાં સ્થાન મળતા તેમના પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..