અયોધ્યાપુરી રોડ ઉપરથી સીટી એ ડિવિઝન પોલીસે બુકીને આંકડાની ચિઠ્ઠી અને 1150 રૂપિયા રોકડા સાથે ઝડપી લીધો મોરબી : મોરબી શહેરના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપરથી સીટી એ ડિવિઝન પોલીસે મિલન ઓપન વરલી મટકાની કપાત લેતા બુકીને આંકડા લખેલી ચિઠ્ઠીઓ તેમજ રોકડા રૂપિયા 1150 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટિમ દ્વારા ટાઉન પેટ્રોલિંગ દરમિયાન અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ રઝા હોટલ નજીક રસિદભાઈ જુમાભાઈ ચૌહાણ રહે.ગેબનશાહ પીરની દરગાહ પાસે જુના બસ સ્ટેન્ડ વાળો કાગળ પેન લઈને શંકાસ્પદ રીતે લખાણ લખતો હોય પોલીસ ટીમે ઝડપી લઈ તલાસી લેતા મિલન ઓપન વરલી મટકાના આંકડા લખેલી ચિઠ્ઠીમાં અલગ-અલગ આંકડા લખેલા હોવાનું ખુલ્યું હતું જેથી પોલીસ ટીમે આરોપી રસિદભાઈ પાસેથી રોકડા રૂપિયા 1150 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.