મોરબી : મોરબીમાં આવતીકાલે રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા બાળઉછેર બે હાથમાં પુસ્તકનો પરિચય આપવામાં આવશે. મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલા સરદારબાગમાં પુસ્તક પરબ દર મહિનાના પ્રથમ રવિવારે યોજાય છે. જેમાંથી વાચકોને ઉપલબ્ધ પુસ્તકોમાંથી મનગમતું પુસ્તક વાંચવા માટે લઇ જવા અનુરોધ કરવામાં આવે છે. આ પુસ્તક પરબમાં 3000થી વધુ પુસ્તકો છે અને પુસ્તક પરબ સાથે સાથે સવારે 9 થી 11:30 દરમિયાન ડો. સતીશ પટેલનો બાળ ઉછેર બે હાથમાં પુસ્તકનો પરિચય કાર્યક્રમ પણ યોજાશે.