મોરબી : દર મહિનાના પ્રથમ રવિવારે મોરબીમાં પુસ્તક પરબનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે જ રીતે આવતીકાલે તારીખ 5 ઓક્ટોબર ને રવિવારના રોજ સવારે 9 થી બપોરે 11-30 વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ પર આવેલા સરદારબાગમાં 81મા પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. સરદારબાગનું રીનોવેશન કામ પૂર્ણ થઈ જતાં હવેથી દરેક પુસ્તક પરબ સરદારબાગમાં જ યોજાશે.આવતીકાલે રવિવારે યોજાનાર પુસ્તક પરબમાં 4 હજારથી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ થશે. આ ઉપરાંત ડો. અમૃત કાંજિયાના પુસ્તક હરતાં-ફરતાંનો શૈલેષભાઈ કાલરિયા દ્વારા પુસ્તક પરિચય રજૂ કરવામાં આવશે. તો આ પુસ્તક પરબનો લાભ લેવા વાંચનપ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે.