મોરબી : મોરબીની વાંચનપ્રેમી જનતા માટે દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે. જે દર વખતે સરદારબાગ ખાતે યોજવામાં આવતું પરંતુ સરદારબાગમાં રીનોવેશન કામ શરૂ હોવાથી તારીખ 6 એપ્રિલના રોજ યોજાનાર પરબ સરદારબાગ સામે આવેલી ઓમ શાંતિ સ્કૂલ ખાતે સવારે 9:00 થી 11:30 સુધી યોજવામાં આવશે. જેની નોંધ વાચકોને લેવાનું પુસ્તક પરબ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે. અહીં 4000થી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ હશે. તેમજ રામનવમી નિમિતે દક્ષાબેન ઢેઢી દ્વારા રામચરિત માનસનો પુસ્તક પરિચય કરાવવામાં આવશે.