ટંકારા રાજકોટ હાઇવે હરીપર ગામથી મિતાણા તરફ રોડ ઉપર અકસ્માતની ઘટનાની ફરિયાદ નોંધાઈ ટંકારા : ટંકારા રાજકોટ હાઇવે હરીપર ગામથી મિતાણા તરફ રોડ ઉપર બોલેરો પીકઅપ વાહનની હડફેટે યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં અન્ય એકને ઇજા પહોંચી હતી. આ બનાવની ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મુન્નાભાઇ રામશંકર દુબે (ઉવ. રહે.હાલે મોરબી પંચાસર રોડ ગીતા ઓઇલ મિલ સામે મુળ ગામ.બહલોરપુર તા.જી.સુલતાનપુર ઉતર પ્રદેશ) એ મહેન્દ્રા બોલેરો પીકઅપ સફેદ કલરની ઠાઠ વાળીનો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૪ ના રોજ ટંકારા રાજકોટ હાઇવે હરીપર ગામથી એકાદ કિમી મિતાણા તરફ રોડ ઉપર આરોપી મહેન્દ્રા બોલેરો પીકઅપ સફેદ કલરની ઠાઠવાળીના ચાલકે પોતાના હવાલા વાળુ વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદી તથા તેઓની સાથે કામ કરતા રાકેશકુમાર ભુરજીભાઇ ડોડીયાર (ઉવ.૨૫ રહે.હાલે મોરબી પંચાસર રોડ ગીતા ઓઇલ મિલ સામે મુળ ગામ. સિયાસણ તા.ઇડર જી.સાબરકાઠા) ને હડફેટે લઇ ફરીયાદીને શરીરે મુઢ ઇજાઓ તથા રાકેશકુમારને માથામાં ગંભીર ઇજા પહોચાડી મોત નીપજાવી બનાવ સ્થળેથી નાશી છૂટ્યો હતો.આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..