મોરબીના વાવડી ગામે મંડપનું કામ પતાવીને અંજાર પરત ફરતી વખતે કર્મચારીઓને નડ્યો અકસ્માત મોરબી :મોરબીના ગાળા ગામ પાસે બોલેરો ગાડીનું અચાનક ધડાકાભેર ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં બેઠેલા 9 વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ તમામ વાવડી ગામે મંડપનું કામ પતાવીને પરત અંજાર ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ગોધારાના વતની અને હાલ કચ્છના અંજાર સ્થિત મંડપ સર્વિસમાં કામ કરતા 9 જેટલા મંડપ સર્વિસના કારીગરો બોલેરો કારમાં આજે મોરબીના વાવડી ગામે કોઈ પ્રસંગ માટે મંડપનું કામ કરવા આવ્યા હતા અને નાની વાવડી ગામે મંડપનું કામ પતાવીને આ બધા કારીગરો પોતાની બોલેરો કારમાં બેસીને પરત અંજાર જતા હતા. ત્યારે મોરબીના ગાળા ગામ પાસે બોલેરો ગાડીનું અચાનક ધડાકાભેર ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈશ્વર બુધા નાયક ઉ.વ 19, અશ્વિન રંગીત બારીયા, કાળું નાયક ઉ.વ. 20, રાજેશ છત્રક બારીયા ઉ.વ.24, રમેશ ડામોર ઉ.વ.30, વિક્રમ રંગીત બારીયા ઉ.વ. 27, દિલીપ ડામોર ઉ.વ.30 અને અન્ય 2 બેને સામાન્ય સહિત 9 વ્યક્તિને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.