અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા બોલેરો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો ટંકારા : ટંકારા - લતિપર હાઇવે ઉપર કલ્યાણપર ગામના પાટિયા નજીક આદિવાસી ખેત શ્રમિકની ચાર વર્ષની માસૂમ બાળકીને અજાણ્યા બોલેરો ચાલકે હડફેટે લેતા સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજતા બોલેરો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે. અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના ભરખેળા ગામના અને હાલમાં કલ્યાણપર ગામના બસસ્ટેન્ડ પાછળ રહેતા ખેતમજૂર ભુરાભાઇ રામુભાઇ અનારેની ચાર વર્ષની પુત્રી પાયલને કોઈ અજાણ્યા મહેન્દ્રા બોલેરો પીકઅપ સફેદ કલરની ઠાઠ વાળી ગાડીના ચાલકે કલ્યાણપર બસ સ્ટેન્ડ નજીક હડફેટે લેતા સારવાર દરમિયાન પાયલનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત અંગે ભુરાભાઇ રામુભાઇ અનારે એ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૦૪ (અ) એમ.વી.એકટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી અકસ્માત સર્જી નાસી છૂટેલા બોલેરો ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..